કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ચૂંટણીમાં ગેરરીતિના આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિકેન્દ્રિત રીતે હાથ ધરવામાં આવી હતી. પંચે કહ્યું કે, તમામ ચૂંટણીઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ચૂંટણી કાયદા અનુસાર કડક રીતે હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચે ભાર મૂક્યો હતો કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં હજારો કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ-સ્તરના એજન્ટોનો પણ સમાવેશ થાય છે. પંચે શ્રી ગાંધીને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પરસ્પર અનુકૂળ તારીખ અને સમયે બેઠક માટે આમંત્રણ આપ્યું છે.
દરમિયાન, શ્રી ગાંધીએ એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા, ગત મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીમાં ચૂંટણી ગેરરીતિનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મતવિસ્તારમાં મતદાર યાદીમાં માત્ર પાંચ મહિનામાં આઠ ટકાનો વધારો થયો છે. જો કે, શ્રી ફડણવીસે કોંગ્રેસના નેતા પર પ્રહાર કર્યા છે અને તેમના આરોપોને ફગાવી દીધા છે.
Site Admin | જૂન 24, 2025 7:34 પી એમ(PM)
કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આક્ષેપને નકાર્યા.