કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો. આ ઍપ્સ ડિજિટલ નવિનતા માટે દેશની ખાદ્ય સલામતીને આગળ વધારવા બાબતે સરકારના ઉદ્દેશને સુસંગત છે.આ પ્રસંગે શ્રી જોષીએ કહ્યું, ઈ-ગવર્નન્સના સાધન તરીકે આ ઍપ્સ દેશમાં ખેતીના પાયાના માળખા તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, આ એપ્સ કાર્યક્ષમતા, સેવા ગુણવત્તા, માળખાગત સુવિધા અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે.શ્રી જોષીએ ઉમેર્યું, નવી ટૅક્નોલૉજીના માધ્યમથી આ ઍપ્સ પારદર્શક અને જવાબદારીમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમણે છેલ્લી હરોળમાં રહેલા વ્યક્તિને પણ દરેક લાભ પહોંચાડવા મામલે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
Site Admin | મે 21, 2025 9:48 એ એમ (AM)
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા ઍપ્સનો શુભારંભ કરાવ્યો