કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે “જલ લાવે ધન-ધાન્ય” થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, વોટરશેડ વિકાસ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવતી આ જન સંપર્ક ઝુંબેશ 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6 હજાર 673 ગ્રામ પંચાયતોને આવરી લેશે. તેમણે ઉમેર્યું હતું કે આ ઝુંબેશ દ્વારા, પાણી સંરક્ષણ અને જમીન વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. તેમણે વધુને વધુ લોકોને આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 10:47 એ એમ (AM)
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે “જલ લાવે ધન-ધાન્ય” થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે
