કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં શહેરી જમીનના રેકોર્ડ માટે સર્વે-રી-સર્વેમાં આધુનિક ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શહેરી જમીન રેકોર્ડ આધુનિકીકરણમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરવાનો છે, અનુકૂલનશીલ તકનીકી ઉકેલો રજૂ કરવા અને પસંદ કરેલા શહેરી વિસ્તારો માટે પાયલોટ પ્રોજેક્ટ્સ તૈયાર કરવાનો છે.
બે દિવસીય કાર્યશાળાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલ અને શહેરી વિકાસ સચિવો, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ટેકનોલોજી પ્રદાતાઓ સહિત સંબંધિત હિતધારકોને એકસાથે લાવવાનો છે..
Site Admin | ઓક્ટોબર 21, 2024 2:11 પી એમ(PM)
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે શહેરી જમીનના રેકોર્ડ માટે સર્વે-રી-સર્વેમાં આધુનિક ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે
