કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલના ભૂમિ બંદર ખાતેનવનિર્મિત પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને મૈત્રી દ્વાર નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કર્યું છે. શ્રી શાહે કહયું કે, ઘુસણખોરોને દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા અટકાવવામાં આવશે.
પેટ્રાપોલ ભૂમિ બંદર, ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું છે, જે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિબંદર છે અને તે બંને દેશો વચ્ચે વેપાર અને વાણિજ્ય માટે મહત્વપૂર્ણ પ્રવેશ દ્વાર તરીકે સેવા આપે છે. પેસેન્જર ટર્મિનલનો હેતુ ભારત અને બાંગ્લાદેશ બંનેના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને અવરજવર સુવિધા આપવાનો છે. જેનાથી માળખાગત સુવિધાઓ નોંધપાત્ર રીતે વધશે. જેમાં દરરોજ
20,000 મુસાફરોને સમાવી શકે તેટલી ક્ષમતા ધરાવતી ઇમારત અને દેશાંતરીત થયેલા લોકો, કસ્ટમ્સ અને સુરક્ષા સેવાઓનો એક જ છત નીચે સમાવેશ થાય છે. મૈત્રીદ્વાર કાર્ગો ગેટ એ બંને દેશો દ્વારા સંમત થયેલી સંયુક્ત સુવિધા છે. શ્રી શાહે ગયા વર્ષે 9 મેના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. સાંજે, તેઓ આજે રાત્રે નવી દિલ્હી પરતફરતા પહેલા કોલકાતાના સોલ્ટ લેકમાં ઈસ્ટર્ન ઝોનલ
કલ્ચરલ સેન્ટર (EZCC) ખાતે પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લેશે.