જાન્યુઆરી 13, 2026 8:40 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે – અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ ઉતરાયણ પર્વ ઉજવણી સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી શાહ તેમની મુલાકતના પ્રથમ દિવસે આજે અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ આજે સવારે માણસા ખાતે SAG અને આર્ટસ & કોમર્સ કોલેજ દ્વારા નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરશે.ત્યારબાદ પેથાપુર ખાતે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર BSL 4નું ભૂમિપૂજન કરશે.બપોરે, શ્રી શાહ અમદાવાદના સનાથલ ખાતે ગ્લોબલ એક્સલન્સની ફાર્માસ્યુટિકલ એકેડેમીનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે આણંદ ખાતે ચરોતર યુનિવર્સિટીના 15માં પદવીદાન સમારંભમાં ઉપસ્થતિ રહેશે અને સંતરામ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરશે.શ્રી શાહ આવતીકાલે ઉતરાયણ પર્વ નિમિતે સવારે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ તેમના મતવિસ્તારમાં વિવિધ સ્થળોએ પતંગ મહોત્સવમાં ભાગ લઈ પક્ષ કાર્યકરો અને નાગરિકો સાથે પતંગ ઉડાડી આનંદ માણશે.મુલાકતના અંતિમ દિવસે શ્રી શાહ અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.