કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે કોર્પોરેટ સામાજિક જવાબદારી-CSR પરિષદનું ઉદ્ઘાટન કરશે.”પોષણ સુરક્ષા અને કુપોષણ નિવારણમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીની ભૂમિકા” શીર્ષક હેઠળ યોજાનારી આ પરિષદનો હેતુ બાળ કુપોષણને દૂર કરવા માટે સહયોગી, નવીન અને ટકાઉ વ્યૂહરચનાઓની ચર્ચા કરવાનો છે.આ કાર્યક્રમ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ – NDDB દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. પરિષદ દરમિયાન, શ્રી શાહ છત્તીસગઢમાં SAIL-ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની CSR પહેલ અને ગિફ્ટ મિલ્ક પ્રોગ્રામના ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પહેલથી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના ખાણકામ વિસ્તારોમાં સ્થિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 4,000 બાળકોને લાભ થશે.આ કાર્યક્રમ હેઠળ, NDDB છત્તીસગઢ મિલ્ક ફેડરેશન દ્વારા વિટામિન A અને Dથી સમૃદ્ધ દૂધ પૂરું પાડશે. વધુમાં, કેન્દ્રીય સહકાર મંત્રી IDBI ની CSR પહેલ, શિશુ સંજીવની કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોમાં ભણતા આશરે 3,000 બાળકોને પોષણ પૂરું પાડશે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:56 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે કોર્પોરેટ સામાજિક જવાબદારી-CSR પરિષદનું ઉદ્ઘાટન કરશે