ડિસેમ્બર 8, 2025 9:56 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ’ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યુ કે પ્રમુખસ્વામી મહારાજે પોતાના આચરણથી સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમારોહમાંથી લોકો સેવકોની સેવા નિષ્ઠાના ગુણો લઈને જશે. આ સમારોહમાં BAPSના વડા મહંત સ્વામી મહારાજે આશિર્વચન પાઠવી પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો હતો.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.