ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2025 9:09 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં સરહદ સુરક્ષા દળ-BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 176 બટાલિયન BSF કેમ્પ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં BSF જવાનો પરેડ કરશે.આ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’માં સહભાગી થયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરાશે.આ કાર્યક્રમ બાદ શ્રી શાહ મોરબી જશે. જ્યાં તેઓ ભાજપ જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન કરશે.