કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આજે સવારે શ્રી શાહે અમદાવાદના ગોતા વિસ્તારમાં ઓગણજ શહેરી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રમાં નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પડાશે. ત્યારબાદ શ્રી શાહે ચાંદલોડિયામાં વંદે માતરમ્ શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે રાણિપ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં છોડ રોપ્યો હતો.
શ્રી શાહ અમદાવાદના હરિયાળા વિસ્તારને વિસ્તૃત કરવા નવા વાડજ ખાતે સ્ટેડિયમ વોર્ડમાં વિકાસશીલ શહેરી વનની મુલાકાત લીધી. ત્યાંથી તેઓ અમદાવાદમાં ભદ્ર કિલ્લા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે શિશ ઝૂકાવ્યું. હાલમાં મળતા અહેવાલ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી લાલ દરવાજામાં સરદાર બાગ ખાતે ટૉરેન્ટ ગૃપ-UNM ફાઉન્ડેશન દ્વારા પુનઃવિકસિત કરાયેલા સરદાર બાગનું લોકાર્પણ કર્યું.
Site Admin | ઓગસ્ટ 31, 2025 2:09 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું.
