જુલાઇ 9, 2025 3:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની માતાઓ, બહેનો અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની માતાઓ, બહેનો અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો. શ્રી શાહે કચ્છ જિલ્લાના ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળી લિમિટેડના મિરલબેન રબારી સાથે પણ સંવાદ કર્યો.
સંવાદ દરમિયાન મિરલબેને ઊંટડીના દૂધને કેમિકલ પરીક્ષણ કરી સંશોધન કરવા અનુરોધ કર્યો હતો ત્યારે તેના જવાબમાં શ્રી શાહે કહ્યું કે ચાર આયુર્વેદિક કંપનીઓ ઊંટડીના દૂધના ઔષધીય ગુણની ચકાસણી કરી રહી છે. જેમાં એક કંપનીએ આ કાર્ય પૂર્ણ પણ કરી લીધું છે. શ્રી શાહે ઉમેર્યું કે દેશભરના ઊંટ પાલકો પાસેથી દૂધ એકત્ર કરી તેના ઔષધીય ગુણનો ઉપયોગ કરી ઊંચો ભાવ કેવી રીતે મળી શકે તે માટે ગુજરાત અને રાજસ્થાન સરકાર સાથે મળીને એક યોજના બનાવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.