કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી અને લોકોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવવામાં ઘણું યોગદાન આપ્યું. શ્રી શાહે પોતાના સંસદ મત વિસ્તારમાં 470 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીયમંત્રીએ ગાંધીનગરમાં વિવિધ યોજનાઓ ઉપરાંત, સોલામાં GMERS હૉસ્પિટલમાં નવનિર્મિત ટેલિ રિહેબિલિટેશન સેન્ટર સહિતના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણકર્યું. બપોર બાદ તેમણે સાણંદ નજીક ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાજે તેમણેશાહીબાગમાં અમદાવાદ કમિશ્નરની નવી બનેલી ઑફિસ ઇમારતનું ઉદ્ઘટન કર્યું હતું. . શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એડીસી બેન્કની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પ્રસંગેના સમારોહનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે અને સાંજે બહુચરાજી માતાજીના મંદિરે દર્શન તેમજ આરતીમાં ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:17 પી એમ(PM)
મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
