કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે. આ બિલમાં આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનું નામ બદલીને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરીને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવાની જોગવાઈ છે. આ યુનિવર્સિટી સહકાર સે સમૃધ્ઘિનાં સ્વપ્નને સાકાર કરવા સહકારી ક્ષેત્રમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ આપશે, સહકારી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી ઓઇલફિલ્ડ્સ એક્ટ, 1948માં સુધારા અંગેનંં બિલ રજૂ કરશે. આજે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર પણ ચર્ચા થશે. વિવિધ સ્થાયી સમિતિઓ બંને ગૃહોમાં તેમનાં અહેવાલ રજૂ કરશે.
Site Admin | માર્ચ 12, 2025 1:47 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે
