ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 20, 2024 2:33 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ મંત્રી

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં ભોગનાદિહના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે. તેઓ પોલિસ લાઇન ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ગિરિડિહ જિલ્લામાં ઝારખંડી ધામની પણ મુલાકાત લેશે અને ધનબાદ ડિવિઝન માટેની યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રામાં 24 જિલ્લામાં 81 વિધાનસભા મતવિસ્તારોમાં 5 હજાર 400 કિલોમીટરને આવરી લેવામાં આવશે. બે ઓક્ટોબરે યાત્રાનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ઝારખંડમાં વિધાનભા ચૂંટણી યોજાશે.