કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદ-એનઈસીની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર પણ ભાગ લેશે. આ બેઠકમાં પૂર્વોતરના તમામ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. એનઈસીની બેઠક ગઈકાલે પૂર્ણ સત્ર પહેલાં તકનીકી સત્રની શરૂઆત સાથે શરૂ થઈ હતી.
ગઈકાલે સાંજે અગરતલા પહોંચતા શ્રી સિંધિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ સત્ર આ ક્ષેત્રના ઝડપી વિકાસનો પાયો નાખશે. શ્રી સિંધિયાએ કહ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબનો પૂર્વોત્તર પ્રદેશ ઝડપી વિકાસનો સાક્ષી બનશે. તેમણે માહિતી આપી હતી કે આ સત્ર છેલ્લા વર્ષની NECની પ્રવૃત્તિઓ પરધ્યાન કેન્દ્રિત કરશે. શ્રી સિંધિયાએ એમ પણ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી પૂર્વોતરમાં અર્થતંત્રને પુનર્જીવિત કરવાના હેતુથી બેંકિંગ સમિટની અધ્યક્ષતા કરશે. આ સમિટમાં તમામ સરકારી ઉપક્રમો અને ખાનગી બેંકોના વડાઓ ભાગ લેશે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 9:15 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદ-એનઈસીની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.
