ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 17, 2024 9:34 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહ મંત્રી

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુર ખાતે સમીક્ષા બેઠકમાં માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગઈકાલે સાંજે રાયપુરમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, ગૃહ મંત્રીએ તમામ દળો અને એજન્સીઓને માર્ચ 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે માર્ચ 2026 પહેલા નક્સલવાદને ખતમ કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને આ પ્રયાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગઈકાલે રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ બીજાપુર જિલ્લામાં ગુંડમ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ પર દળોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી.