કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. લોક સેવા ભવન ખાતે શરૂ થયેલી આ પરિષદ ત્રણ દિવસ ચાલશે. પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલિસ મહાનિદેશક તથા CRPF,NSG, ગુપ્તર બ્યુરો અને SPGના વડાઓ ભાગ લઈ રહ્યા છે.પરિષદમાં આંતરરાષ્ટ્રીય સલામતી, નવા ગુના કાયદાઓ, દરિયાઇ સલામતી, માઓવાદ અને એઆઇ તથા ડ્રોન જેવી ઊભરતી ટેકનોલોજી દ્વારા સર્જાયેલા પડકાર પરચર્ચા કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 29, 2024 7:40 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું
