ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 8:07 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા, તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણ હેઠળ થઈ રહી છે. શ્રી શાહે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન પર ‘જૂની સિસ્ટમ’ને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જમ્મુ કશ્મીરને ફરી એકવાર આતંકવાદની આગમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે . તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકાર આતંકવાદના પુનરુત્થાન, ‘સ્વાયત્તતા’ અને ગુર્જરો, પહાડીઓ, બકરવાલ અને દલિતો સહિત કોઈપણ સમુદાય સાથે અન્યાય થવા દેશે નહીં જેમને ભાજપ સરકાર દ્વારા અનામત આપવામાં આવી છે. ગૃહમંત્રી 18 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા જમ્મુમાં બે દિવસની મુલાકાતે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ