કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી છે. ગયા મહિને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે. ગૃહ મંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લેહ, એબીએલ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ – KDA સાથે એક સંવાદ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે.
બેઠક પછી, કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના સભ્ય સજ્જાદ હુસૈને કહ્યું કે તેઓ છેલ્લા છ વર્ષથી લદ્દાખમાં લોકશાહીની માંગ કરી રહ્યા છે, અને તેનો ઉકેલ રાજ્યના દરજ્જામાં રહેલો છે. તેમણે કહ્યું કે આ મુદ્દો એક કે બે બેઠકોમાં ઉકેલી શકાતો નથી અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 8:11 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિએ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી.