ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2024 2:16 પી એમ(PM) | અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતી સ્ટાર્ટઅપ ઈકોનોમી બની છે

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતી સ્ટાર્ટઅપ ઈકોનોમી બની છે. તેઓએ કહ્યું કે, 14 વર્ષ પહેલા પત્રકાર લખતા કે, દેશમાં પોલિસી પેરાલીસીસ છે. પ્રધાનમંત્રીએ આ પોલિસી પેરાલીસીસ ને નાબૂદ કરવાનું કામ કર્યું છે.
ગૃહમંત્રી નવી દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના 119 માં અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરી રહ્યા હતા. આ વાર્ષિક સત્રનો મુખ્ય વિષય છે : વિકસિત ભારત : 2047 :પ્રગતિના શિખર તરફ અગ્રેસર છે.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, દરેક ક્ષેત્રમાં નવી નીતિ લાગુ કરવામાં આવી છે, દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ ભારતમાં છે, શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે મોદી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈ આવી છે.