કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે યોજાઈ રહ્યો છે.
આ પ્રસંગે શ્રી શાહ એક જિલ્લો એક ભોજન યોજનાનો શુભારંભ કરશે. આ પહેલ રાજ્યના દરેક જિલ્લામાંથી પરંપરાગત ભોજનને ઓળખશે અને ગુણવત્તામાં વધારો, બ્રાન્ડિંગ અને બજાર સુલભતા પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક ભોજનને પ્રાદેશિક વિસ્તાર સુધી મર્યાદિત રાખવાને બદલે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે માન્યતા આપવાનો છે.
ગૃહમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ ઔદ્યોગિક ક્ષેત્ર કાર્યક્રમનો પણ શુભારંભ કરશે. તેઓ ઉત્તરપ્રદેશ સરકારની મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ યોજના હેઠળ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારા જિલ્લાઓને પુરસ્કારો પ્રદાન કરશે. તેઓ આ પ્રસંગે ઉત્તરપ્રદેશ ગૌરવ સન્માન 2025-26 પણ પ્રદાન કરશે.
Site Admin | જાન્યુઆરી 24, 2026 8:01 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સભાને સંબોધિત કરશે