કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. આજે અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું, આયુષમાન ભારત યોજનાથી દેશમાં મોટું પરિવર્તન આવ્યું. તેમણે ઉમેર્યું, કોરોનાકાળ દરમિયાન સેવારત રહેલા તબીબોએ દર્દીઓને પ્રાથમિકતા આપી.
તેમણે શેલા ખાતે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી નવી ટ્રંક મુખ્ય લાઇનનું લોકાર્પણ કર્યું.
શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના અંદાજે 330 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને નવા વણઝર ગામના 200 થી વધુ પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રનું વિતરણ પણ કર્યું. તેઓ સાંજે થલતેજ ખાતે ગુરુદ્વારાના દર્શન કરશે. તેઓ વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ઘાટન તેમજ ગોધાવી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 3:08 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.