ડિસેમ્બર 13, 2025 8:30 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આજે બપોરે બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં યોજાશે. આ બસ્તર ઓલિમ્પિક્સનું બીજું સંસ્કરણ છે. શ્રી શાહ ગઈકાલે રાત્રે રાયપુર પહોંચ્યા હતા.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે બસ્તર એક એવો પ્રદેશ જ્યાં યુવાનોનું ભવિષ્ય એક સમયે નક્સલી હિંસાથી ઢંકાયેલું હતું તે હવે નક્સલમુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે અને બસ્તર ઓલિમ્પિક્સ પ્રદેશના યુવાનોની પ્રતિભાને ઉછેરવા અને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.તેમણે જણાવ્યું કે તેઓ આજે બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહ દરમિયાન આ વિસ્તારના યુવાનો અને ખેલાડીઓ સાથે વાતચીત કરશે.