ડિસેમ્બર 7, 2025 2:36 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. તેમણે થલતેજમાં 861 આવાસોનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત શ્રી શાહે સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, સરખેજ અને વસ્ત્રાપુરમાં તળાવોનું લોકાર્પણ, મેમનગરમાં પાર્ટી પ્લોટ, નવા વાડજમાં 350 આવાસોનું લોકાર્પણ કર્યું. તેમણે ન્યુ રાણીપમાં જિમ્નેશિયમ અને લાયબ્રેરીની મુલાકાત લીધા બાદ ગોતાના રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત કર્યું.
તેઓ આજે એએમસીના લગભગ 100 નવનિયુક્ત આસિસ્ટન્ટ ફાયરમેનને નિમણૂક પત્રો પણ એનાયત કરશે. આ ઉપરાંત, તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ની ગુજરાતી આવૃત્તિના વિમોચન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.