ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2025 9:07 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના પ્રવાસના બીજા દિવસે સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ સવારે કલોલ ખાતે ઇફ્ફકોના પરિસરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉદ્ઘાટન કરશે.અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટ્રંક લાઇન તેમજ ગાંધીનગર લોકસભાના ગટર અને પાણીના પ્રશ્નોની સમીક્ષા બેઠક કરશે.. જ્યારે કલોલના ધારાસભ્ય દ્વારા હરતા ફરતા ભોજનરથનું લોકાર્પણ કરશે.આ ઉપરાંત તેઓ કલોલમાં તળાવનું લોકાર્પણ, નગરપાલિકાના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે જ્યારે મોડી રાત્રે તેઓ ગરબા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે.નવરાત્રિના પાવન અવસરે ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે સુરત,રાજકોટ અને અમદાવાદ ખાતે પક્ષના આગેવાનોને મળ્યા હતા.