ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2025 8:09 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોલીસ, એમ્બુલન્સ ફાયર, ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની સેવાઓ માટે ડાયલ 112 સેવાનો આરંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જનરક્ષક પ્રોજેકટનો આરંભ કરાવતાં કહ્યું કે આ એક જ નંબર ડાયલ કરીને હવે નાગરિકો પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની સેવાઓનો લાભ લઈ શકે.
તેમણે કહ્યું આ પ્રોજેકટ માટે એક હજારથી વધુ આધુનિક વાહનો નાગરિકોની સેવામાં જોડાશે. ગાંધીનગર ખાતેથી નાગરિકોને તમામ પ્રકારની આપત્કાલીન સેવાઑ આપવા માટે 112 જનરક્ષક પ્રોજેકટ સહિત ગૃહ વિભાગના 270 કરોડ રૂપિયાના વિકાસ કામોનો આરંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, કેદ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકારણમાં પારદર્શકતાને નૈતિકા લાવવા માટે કાયદામાં સુધારાનું સંસદમાં સૂચવ્યું છે.
ગાંધીનગર ખાતે અંબાજીના મેળા માટે શરૂ કરાયેલા સેવા કેમ્પની પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઇકાલે મોડી સાંજે મુલાકાત લીધી હતી. સાથોસાથ તેમણે કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે વર્ષ 2025ના ચાતુર્માસનું પાલન કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથી ધર્મ સંઘના અગિયારમા શિષ્ય યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીન આશીર્વાદ મેળવ્યા હતા .