કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.
શ્રી શાહ આજે સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. જ્યારે રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણ કરશે. અમદાવાદ ભદ્રકાળી માતાના દર્શન કરશે અને લાલ દરવાજા ખાતે સરદાર બાગનું લોકાર્પણ કરશે. તેમજ સાંજે ગાંધીનગરમાં ડાયલ 112 અંતર્ગત શરૂ થયેલા જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 7:12 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે