ઓગસ્ટ 30, 2025 3:53 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.
શ્રી શાહ આજે સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. જ્યારે રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણ કરશે. અમદાવાદ ભદ્રકાળી માતાના દર્શન કરશે અને લાલ દરવાજા ખાતે સરદાર બાગનું લોકાર્પણ કરશે. તેઓ આવતીકાલે સાંજે ગાંધીનગરમાં ડાયલ 112 અંતર્ગત શરૂ થયેલા જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.