જુલાઇ 5, 2025 8:38 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતનાં આણંદ ખાતે ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલયનું ભૂમિપૂજન કરશે – જનસભાને સંબોધશે

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે સવારે આણંદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સહકારિતા વિશ્વવિધ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલયનું ભૂમિપૂજન કરશે, અને આવતીકાલે સવારે શ્રી શાહ સહકાર મંત્રાલય ચોથા સ્થાપના દિવસની પ્રસંગે આણંદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરશે.આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સવારે આણંદના વાલ્મી ખાતેથી દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધન કરશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ, કેન્દ્રીય સહકાર અને નાગરિક ઊડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ, ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.