કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડવામાં આવશે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકના અમદાવાદના જેતલપુર ખાતે યોજાયેલા સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં વાહનચાલકો માટે પણ કૉ-ઑપરેટિવ મૂવમેન્ટ અને બીજ ઉત્પાદન સહિતનાં ક્ષેત્રોને પણ જોડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શ્રી શાહે એડીસી બેંકના સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં સહકારી બેંકો પહેલાથી હવે વધુ સ્પર્ધાત્મક અને પારદર્શક બની છે અને વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક નફો કરતી બેંક બની ગઈ હતી.
શ્રી શાહે ગાંધીનગર નજીક અડાલજ ખાતે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આયોજિત વકીલોના શપથગ્રહણ સમારોહના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે.. દેશમાં કોઈ પણ જગ્યાએ FIR નોંધાશે એની સર્વોચ્ચ અદાલત સુધી ન્યાય આપવાની પ્રક્રિયા ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવી ન્યાયિક પ્રક્રિયા ટૂંક સમયમાં લાગુ કરાશે.
શ્રી શાહ ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ કેન્દ્ર સરકારના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે MoU પર હસ્તાક્ષર તેમજ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી શાહે 325 કરોડ રૂપિયાના રોકાણ સાથેનું આ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર સમગ્ર દેશમાં માત્ર ગાંધીનગરમા છે.
તેમના પ્રવાસના અંતે શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 9, 2025 7:27 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડાશે
