કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ 144 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સ્વદેશી” અપનાવવાના આગ્રહને બુલંદ બનાવવા શ્રી શાહે અપીલ કરી હતી.શ્રી શાહે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર પ્રેરિત ભૂખ્યાને ભોજનના ઉમદા હેતુસર “પ્રસાદમ” રથનો શુભારંભ અને જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યા હતા.3 હજાર 449 લાખના ખર્ચે અમૃત 2.0 યોજના હેઠળ એક હજાર 123 લાખ ના ખર્ચે જ્યોતેશ્વર તળાવનું નવીનીકરણ, રૂપિયા 100 લાખના ખર્ચે પંડિત દિનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત આશ્રય સ્થાન, 273 લાખના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 13 બોરવેલ ઉપરાંત 282 લાખના ખર્ચે સફાઈ સાધનો ખરીદવાનું લોકાર્પણ તેમજ સ્વરણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના તથા ઓડા ગ્રાન્ટમાંથી કલોલ શહેરમાં સીસી અને ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ, પાણી તથા ગટર લાઈનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કેસરિયા ગરબામાં હાજરી આપી હતી. સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગરબામાં શ્રી અમિત શાહે પરિવાર સાથે હાજરી આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 8:18 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ 144 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું
