કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં રહેશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાઓ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કરશે. આ ઉપરાંત શ્રી શાહ એ.ડી.સી. બૅન્કની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા સ્વર્ણિમ્ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં, અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા યોજાનારા નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.સાથે જ શ્રી શાહ ગાંધીનગરમાં S.A.G. દ્વારા નિર્માણ પામનારા પેરા-હાઈપર્ફૉર્મન્સ સૅન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પૉર્ટલના લૉન્ચિંગ કાર્યક્રમમાં જોડાશે. બાદમાં શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 9, 2025 9:58 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
