ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 7:46 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, કોડિનાર અને તાલાલાની ખાંડ મિલોનાં પુનરોધ્ધારથી હજારો ખેડૂતોના જીવનમાં સમૃધ્ધિનાં દ્વાર ખૂલશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર અને તાલાલા ખાંડ મિલોનાં પુનરોધ્ધારથી આ વિસ્તારનાં ૧૦ હજાર થી વધુ ખેડૂતોના જીવનમાં સમૃધ્ધિનાં દ્વાર ખૂલશે.
કોડિનાર અને તાલાલા સુગર મિલોના આધુનિકરણ માટે ભૂમિપૂજન કરતા શ્રી શાહે જણાવ્યું કે, આ સુવિધાથી ખેડૂત અન્નદાતા ની સાથે હવે ઉર્જાદાતા બનીને વૈશ્વિક સ્તરે જૈવ
ઇંધણ ઉત્પાદક  પણ બનશે. અહીં ઇન્ડિયન પોટાશ બે ડિસ્ટલરી, એક ગ્રીન પાવર પ્લાન્ટ, એવિએશન ટર્બાઈન પ્લાન્ટ સહિતની સગવડો ઊભી કરશે. કોડિનાર અને તાલાલા સુગર મિલોની કામગીરી 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. શેરડીનું પીલાણ નવેમ્બર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી શાહે જુનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પરિયોજનાઓનું
ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. અગાઉ શ્રી શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. તેઓ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં
ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.