ફેબ્રુવારી 28, 2025 6:43 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાએ સરકારની પ્રાથમિકતા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાએ સરકારની પ્રાથમિકતા છે. શ્રી શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે આ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના મહાનિર્દેશક અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક સાથે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે સ્થાનિક
વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે બચાવ કાર્યમાં રોકાયેલું છે. ગૃહમંત્રી શાહે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.