ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવીને આતંકવાદ સામે લડવા નિર્દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં શ્રીશાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે કટિબદ્ધ છે.ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને 'શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવીને આતંકવાદ સામેની લડતને આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.શાહે નવા ફોજદારી કાયદાઓના સમયસર અમલીકરણને ધ્યાનમાં રાખીને એજન્સીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની જગ્યાઓ પર નવી નિમણૂકો કરવા સૂચના આપી.
આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે પણ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલય અને સેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.