કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગયા મહિને યોજાયેલી સમીક્ષા બેઠકમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સંકલિત રીતે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે મિશન મોડમાં એરિયા ડોમિનેશન પ્લાન અને શૂન્ય આતંકવાદ યોજનાના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તે બેઠકમાં, શ્રી શાહે આતંકવાદી ઘટનાઓ, ઘૂસણખોરી અને આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતીમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 10:29 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
