ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 1, 2025 7:57 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અંદાજપત્રમાં ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગથી લઈને સ્ટાર્ટ-અપ્સ, નવીનતા અને રોકાણ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે,
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે આ બજેટ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓને મૂર્તિમંત કરે છે, જે વિકસિત ભારતના વિઝનને પ્રકાશિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી નડ્ડાએ જણાવ્યું કે ચાર એન્જિન – કૃષિ, MSME, રોકાણ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, અંદાજપત્ર ગરીબ, યુવા, ખેડૂત અને નારીની આકાંક્ષાઓને આગળ ધપાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ