જાન્યુઆરી 30, 2025 7:50 પી એમ(PM) | ગૃહમંત્રી અમિત શાહે

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ. તેમજ મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્યમંત્રી, મુખ્યસચિવ, ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ અને DGP દ્વારા દર અઠવાડિયે સમીક્ષા કરવી જોઈએ.
નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ન્યાય સહાયક અંગેની નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાહે ત્રણ નવા ફોજદારી કાયદાના સાર આપતા આ નવા કાયદાઓમાં F.I.R. નોંધાયા બાદ ત્રણ જ વર્ષમાં ન્યાય મળવાની જોગવાઈ હોવા પર પણ ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.