ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
આજે નવી દિલ્હીમાં શ્રી શાહે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવા બદલ અને ઝીરો FIRને 100 ટકા FIRમાં રૂપાંતરિત કરવા બદલ શ્રી શાહે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા માસિક, રાજ્યના ગૃહમંત્રી દ્વારા પખવાડિયામાં અને મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિર્દેશકના સ્તરે સાપ્તાહિક સમીક્ષા થવી જોઈએ.