ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 2:06 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા, અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. દરમિયાન તેઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી અને પરિવાર સાથે પૂજા પણ કરી હતી. તેમજ શ્રી શાહ આજે સંતો અને મહંતોસાથે પણ મુલાકાત કરશે.     આ તરફ મહાકુંભનગરના સેક્ટર-17ની શાંતિ સેવા શિબિરમાં આજે બપોરેધર્મસંસદ યોજાશે. કથાકાર દેવકીનંદન ઠાકુર આગેવાનીમાં યોજાનારી ધર્મસંસદમાં દેશમાંસનાતન બોર્ડની રચના કરવાનો મુદ્દો રજૂ કરાશે. દરમિયાન તમામ અખાડાના પીઠાધિશ્વર અનેમહામંડલેશ્વર સાથે વિવિધ સંપ્રદાયોના અન્ય મુખ્ય સંત-મહાત્માઓને આમંત્રણ અપાયુંછે.      ધર્મસંસદના આયોજન માટે વરિષ્ઠ સંતોની 5 સભ્યોની સમિતિ બનાવાઈ છે, જેમાં અખાડા પરિસદના અધ્યક્ષ મહેન્દ્ર પુરી, આનંદ અખાડાના પીઠાધિશ્વર બાલકાનંદ ગિરિ, જૂનાઅખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર સ્વામી યતિન્દ્રાનંદ ગિરિ,ઉદાસીન અખાડાના હરિચેતનાનંદજી અને કથાકાર દેવકીનંદન ઠાકુરનો સમાવેશ થાય છે.