ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની છે. ૧૨ કરોડ પરિવારોના ૬૦ કરોડ લોકોને આરોગ્ય કવચ પુરૂ પાડયું છે.છેલ્લા આઠ વર્ષમાં ૩૧૭ કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. ગૃહમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં ૭૧ કરોડ આભાકાર્ડ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આજના એક દિવસના ગુજરાતના પ્રવાસના આરંભે ગુજરાતના અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો. હતો તેમણે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે. વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે. શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના ઘરના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવા અપીલ કરીહતી.
સુરતથી તેઓ અમદાવાદ પરત ફર્યા હતા અને સાંજે તેમણએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ હતું આ ઉપરાંત જળસંયચય સહિતની વિવિધ યોજનાઓનુ ખાતમુહુર્તના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા.