કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદમાં સાત અને સુરતમાં વિવિધ વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે. સુરતના કાર્યક્રમ બાદ શ્રી શાહ અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વિકાસ લક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે. પ્રવાસના અંતે તેઓ સિમ્સ રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા રમતગમત સંકુલનું લોકાર્પણ કરશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 10:10 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે
