કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ – થ્રૂ ધ એજેજ નામના પુસ્તકનું વિમોચન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત લેખકો, શિક્ષણવિદો, મંત્રાલયના અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ થ્રુ ધ એજીસ પુસ્તકના સાત ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે. નેશનલ બુક ટ્રસ્ટ અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદના સહયોગથી આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:25 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસ રજૂ કરતાં એક પુસ્તકનું વિમોચન કરશે
