ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 8:56 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર-પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર-પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો છે.
શ્રી શાહે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, રિઝર્વ બેન્ક અને નોર્થ-ઈસ્ટ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડને ઉત્તર-પૂર્વને ધિરાણ આપવા માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રદેશનું ભૌગોલિક સ્થાન અલગ અને સમગ્ર દેશ માટે સમાન માર્ગદર્શિકા ન હોઈ શકે. અગરતલામાં નોર્થ ઈસ્ટર્ન બેંકર્સ કોન્ક્લેવ 2024ને સંબોધતા શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 10 વર્ષમાં ઉત્તરપૂર્વમાં સરેરાશ 20 ટકા વૃદ્ધિ દર જોવા મળશે.
આ અગાઉ અગરતલામાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના 72માં સત્રને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષ ઉત્તર પૂર્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. કેન્દ્ર સરકાર રોકાણકારોને ઉત્તર-પૂર્વમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો હેતુ પૂર્વોત્તરને દેશના બાકીના ભાગોની સમકક્ષ લાવવાનો છે.