કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીના રાણીડંગા ખાતે સશસ્ત્ર સીમા દળના 61માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી સલામી લીધી હતી. કાર્યક્રમમાંના સશસ્ત્ર સીમા દળના મહાનિર્દેશક અમૃત મોહન પ્રસાદ પણ હાજર હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર સીમા દળના જવાનોને બહાદુરી પુરસ્કાર એનાયત કરતાં કહ્યું કે, આ દળના જવાનો નેપાળ અને ભૂતાન સાથેની 2 હજાર 450 કિલોમીટરની સરહદની સમર્પણ ભાવના સાથે રક્ષા કરે છે અને માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.