કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી છે. રાયપુરમાં છત્તીસગઢ પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડન્ટસકલર’ અર્પણ કરવાના કાર્યક્રમમાં સંબોધતા,શ્રી. શાહે કહ્યું કે છત્તીસગઢ પોલીસ છત્તીસગઢને નક્સલમુક્ત બનાવવાના કેન્દ્ર સરકારના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ બહાદુરી અને સમર્પણ સાથે નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે, છત્તીસગઢ સરકારે ખૂબ સારી શરણાગતિ નીતિ તૈયાર કરી છે અને આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને સારું પેકેજ આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે છત્તીસગઢ પોલીસને આપવામાં આવેલ રાષ્ટ્રપતિનું નિશાન તેની સેવા, ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે. તે માત્ર અલંકરણ જ નથી, જવાબદારી પણ છે.ગૃહ મંત્રીએ રાજ્યમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનું વચન આપતા આ મુજબ જણાવ્યું હતુંઃ(BYTE Amit shah naxal free)શ્રી શાહે સાંજે બસ્તરનાવિભાગીય મુખ્યાલય જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. તેમણેઆત્મસમર્પણ કરનારા માઓવાદીઓ સાથે પણ વાતચીત કરી હતી,
Site Admin | ડિસેમ્બર 15, 2024 6:36 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી
