કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70 ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે.’ ગાંધીનગર ખાતે ગઈકાલે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે કહ્યું કે, ‘છેલ્લા 50 વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવતાં પોલીસનું સ્વરૂપ બદલાયું છે.’
શ્રી શાહે કહ્યું, ‘ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં મૂક્યા છે. આ નવા કાયદામાં બધી જ વસ્તુઓ ટેક્નૉલોજી સાથે જોડવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 20, 2024 11:00 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું.
