ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ઼ વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા વચન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આજે ઝારખંડના રાચીમાં વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે જણાવ્યું કે રાજ્યમાં જો ભાજપની સરકાર બને છે તો સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે.
શ્રી શાહે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક મહિલાને ગોગો-દીદી યોજના અંતર્ગત પ્રતિ માસ એકવીસ્સો રૂપિયા આપવામાં આવશે. તમામ પરિવારોને પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપાવમાં આવશે અને દીવાળી તેમજ રક્ષાબંધન પ્રસંગે બે સિલિન્ડર નિશુલ્ક અપાશે. વધુમાં બેરોજગાર સ્નાતક અને અનુસ્નાતક યુવાનોને બે વર્ષ સુધી પ્રતિ માસ બે હજાર રૂપિયા આપવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું કે પાંચ વર્ષોમાં પાંચ લાખ જેટલી રોજગારની તકો ઉભી કરાશે. સરકારી નોકરીઓ ખાલી પડશે તો 2 લાખ, 87 હજાર જેટલા પદો પર સમયબદ્ધ રીતે ભરતી કરાશે.