ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પિરાણા ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પિરાણા ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, આ ગુજરાતનો પહેલો વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ હશે.