કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હશે. શ્રી શાહ આજે સવારે બોટાદ જિલ્લાના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીગોપાલનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ભવનમાં અગિયાર સો કક્ષ છે. શ્રી શાહ આવતીકાલે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટમાંથી દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવૉટ ઊર્જા ઉત્પન્ન કરાશે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:34 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે
